Sarkari Bharti (sarkaribharti.online) ગુજરાતના સરકારી નોકરી શોધતા યુવાનો માટેની ગુજરાતી વેબસાઇટ છે. અહીં ગુજરાત અને કેન્દ્ર સરકારની ભરતી, પરિણામ, કોલ લેટર, answer key અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે GK, ક્વિઝ અને અભ્યાસ સામગ્રી સરળ ગુજરાતીમાં મળે છે.
આ વેબસાઇટ કોણ ચલાવે છે?
આ વેબસાઇટ હરેશ ભાસ્કર, સુરનગર, ગુજરાત ચલાવે છે. હું વ્યવસાયે software developer છું. Android એપ, વેબસાઇટ અને admin panel બનાવવાનું કામ કરું છું, અને Digital Hirabook નામે ગુજરાતી લોકો માટે ઉપયોગી ડિજિટલ સેવાઓ બનાવું છું.
ગુજરાતનાં ગામડાં અને નાનાં શહેરોના ઘણા યુવાનોને સરકારી ભરતીની સાચી માહિતી સમયસર અને પોતાની ભાષામાં મળતી નથી. જાહેરાતો મોટે ભાગે લાંબી PDF કે અંગ્રેજીમાં હોય છે. આ જ કારણે 2026માં Sarkari Bharti શરૂ કરી, જેથી ભરતી, પરિણામ અને પરીક્ષાની તૈયારીની માહિતી સરળ ગુજરાતીમાં, સત્તાવાર link સાથે એક જ જગ્યાએ મળે.
માહિતી ક્યાંથી લઈએ છીએ અને કેવી રીતે ચકાસીએ છીએ?
- ભરતી, પરિણામ અને કોલ લેટરની દરેક માહિતી સત્તાવાર જાહેરનામા અને સત્તાવાર વેબસાઇટ (જેમ કે OJAS, GPSC, GSSSB, GPRB, GSEB, RRB, SSC, IBPS) પરથી લેવામાં આવે છે.
- જગ્યાઓ, લાયકાત, ઉંમર, ફી અને તારીખો સત્તાવાર જાહેરાત સાથે મેળવીને જ post પ્રકાશિત થાય છે, અને દરેક post માં સત્તાવાર link આપવામાં આવે છે.
- તારીખ લંબાય કે સુધારો આવે તો post અપડેટ કરવામાં આવે છે.
- GK અને અભ્યાસ સામગ્રી પાઠ્યપુસ્તકો, સરકારી પ્રકાશનો અને વિશ્વસનીય સંદર્ભો પરથી તૈયાર થાય છે. ગણિતના દાખલાના જવાબ ગણીને ચકાસવામાં આવે છે.
ઉપયોગી સાધન
ઉંમર ગણતરી (Age Calculator): ભરતીની cut-off તારીખે તમારી ચોક્કસ ઉંમર અને લાયકાત તરત જાણો.
અમારો સંબંધ સરકાર સાથે નથી
Sarkari Bharti એક સ્વતંત્ર શૈક્ષણિક વેબસાઇટ છે. અમે કોઈ સરકારી વિભાગ કે ભરતી બોર્ડ સાથે જોડાયેલા નથી અને કોઈ ભરતી માટે ફી લેતા નથી. કોઈ પણ ભરતી કે પરીક્ષા માટે સત્તાવાર જાહેરાત અને વેબસાઇટ જ અંતિમ ગણવી.
ભૂલ જણાય તો
કોઈ માહિતીમાં ભૂલ દેખાય તો contact@sarkaribharti.online પર જણાવો. અમે ચકાસીને ઝડપથી સુધારો કરીશું.