અર્થતંત્ર વિભાગની તૈયારી ચકાસવા આ ક્વિઝ આપો.

1. દેશની ભૌગોલિક સીમાની અંદર થતું કુલ ઉત્પાદન શું કહેવાય?

  • (a) GNP
  • (b) GDP
  • (c) NNP
  • (d) NDP
જવાબ જુઓ

સાચો જવાબ: (b) GDP
GDP એટલે કુલ ઘરેલુ ઉત્પાદન.

2. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?

  • (a) 1 એપ્રિલ 1935
  • (b) 1 જાન્યુઆરી 1949
  • (c) 15 ઓગસ્ટ 1947
  • (d) 1 જુલાઈ 1955
જવાબ જુઓ

સાચો જવાબ: (a) 1 એપ્રિલ 1935
RBI 1 એપ્રિલ 1935ના રોજ સ્થપાઈ અને 1949માં તેનું રાષ્ટ્રીયકરણ થયું.

3. ₹1ની ચલણી નોટ કોણ બહાર પાડે છે?

  • (a) RBI
  • (b) SBI
  • (c) નાણા મંત્રાલય
  • (d) NABARD
જવાબ જુઓ

સાચો જવાબ: (c) નાણા મંત્રાલય
₹1ની નોટ અને સિક્કા નાણા મંત્રાલય બહાર પાડે છે.

4. જે દરે RBI બેંકોને ટૂંકા ગાળાની લોન આપે છે તેને શું કહે છે?

  • (a) રિવર્સ રેપો
  • (b) CRR
  • (c) રેપો રેટ
  • (d) SLR
જવાબ જુઓ

સાચો જવાબ: (c) રેપો રેટ
રેપો રેટ વધે તો લોન મોંઘી થાય છે.

5. નાણાનીતિ સમિતિ (MPC) માં કેટલા સભ્યો હોય છે?

  • (a) 4
  • (b) 5
  • (c) 6
  • (d) 7
જવાબ જુઓ

સાચો જવાબ: (c) 6
MPCમાં 6 સભ્યો હોય છે; અધ્યક્ષ RBI ગવર્નર.

6. 1969માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું?

  • (a) 6
  • (b) 12
  • (c) 14
  • (d) 20
જવાબ જુઓ

સાચો જવાબ: (c) 14
19 જુલાઈ 1969ના રોજ 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું.

7. બેંક ઓફ બરોડાનું મુખ્યાલય ક્યાં છે?

  • (a) મુંબઈ
  • (b) વડોદરા
  • (c) અમદાવાદ
  • (d) નવી દિલ્હી
જવાબ જુઓ

સાચો જવાબ: (b) વડોદરા
1908માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સ્થાપેલી આ બેંકનું મુખ્યાલય વડોદરા છે.

8. UPI કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે?

  • (a) RBI
  • (b) NPCI
  • (c) SEBI
  • (d) SBI
જવાબ જુઓ

સાચો જવાબ: (b) NPCI
UPI અને RuPay નું સંચાલન NPCI કરે છે.

9. બીજી પંચવર્ષીય યોજના કોના મોડેલ પર આધારિત હતી?

  • (a) હેરોડ-ડોમર
  • (b) પી. સી. મહાલનોબિસ
  • (c) મનમોહન સિંહ
  • (d) વી. કે. આર. વી. રાવ
જવાબ જુઓ

સાચો જવાબ: (b) પી. સી. મહાલનોબિસ
બીજી યોજનામાં ભારે ઉદ્યોગો પર ભાર હતો.

10. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ?

  • (a) 15 માર્ચ 1950
  • (b) 1 જાન્યુઆરી 2015
  • (c) 1 એપ્રિલ 2014
  • (d) 26 જાન્યુઆરી 2015
જવાબ જુઓ

સાચો જવાબ: (b) 1 જાન્યુઆરી 2015
નીતિ આયોગે આયોજન પંચનું સ્થાન લીધું.

11. GST ભારતમાં ક્યારથી અમલમાં આવ્યો?

  • (a) 1 એપ્રિલ 2017
  • (b) 1 જુલાઈ 2017
  • (c) 1 જાન્યુઆરી 2018
  • (d) 8 નવેમ્બર 2016
જવાબ જુઓ

સાચો જવાબ: (b) 1 જુલાઈ 2017
GST 1 જુલાઈ 2017થી અમલમાં આવ્યો.

12. GST કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે?

  • (a) વડાપ્રધાન
  • (b) RBI ગવર્નર
  • (c) કેન્દ્રીય નાણામંત્રી
  • (d) રાષ્ટ્રપતિ
જવાબ જુઓ

સાચો જવાબ: (c) કેન્દ્રીય નાણામંત્રી
અનુચ્છેદ 279-A હેઠળની GST કાઉન્સિલના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી છે.

13. નાણાં પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે?

  • (a) 112
  • (b) 270
  • (c) 280
  • (d) 360
જવાબ જુઓ

સાચો જવાબ: (c) 280
અનુચ્છેદ 280 હેઠળ દર 5 વર્ષે નાણાં પંચ રચાય છે.

14. આયુષ્માન ભારત (PM-JAY) હેઠળ પરિવાર દીઠ વાર્ષિક કેટલી રકમ સુધી સારવાર મળે છે?

  • (a) ₹1 લાખ
  • (b) ₹2 લાખ
  • (c) ₹5 લાખ
  • (d) ₹10 લાખ
જવાબ જુઓ

સાચો જવાબ: (c) ₹5 લાખ
પરિવાર દીઠ વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવાર.

15. "બેટી બચાવો, બેટી પઢાવો" યોજનાની શરૂઆત ક્યાંથી થઈ?

  • (a) પાણીપત
  • (b) નવી દિલ્હી
  • (c) અમદાવાદ
  • (d) જયપુર
જવાબ જુઓ

સાચો જવાબ: (a) પાણીપત
22 જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપતથી શરૂઆત થઈ.