ભારતના ઔદ્યોગિક વિકાસમાં ખનીજ સંપત્તિનું મોટું યોગદાન છે. ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ ખનીજ સંપત્તિથી સમૃદ્ધ રાજ્યો છે, તેથી છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશને "ભારતનું ખનીજ ભંડાર" કહેવાય છે.
મુખ્ય ખનીજ
| ખનીજ | મુખ્ય વિસ્તાર | ઉપયોગ |
|---|---|---|
| કોલસો | ઝારખંડ (ઝરિયા, બોકારો), ઓડિશા, છત્તીસગઢ | વીજળી, પોલાદ |
| લોખંડ | ઓડિશા, છત્તીસગઢ (બૈલાડીલા), કર્ણાટક, ઝારખંડ | પોલાદ |
| મેંગેનીઝ | ઓડિશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર | પોલાદ મિશ્રધાતુ |
| બોક્સાઇટ | ઓડિશા, ગુજરાત, ઝારખંડ | એલ્યુમિનિયમ |
| અબરખ (Mica) | ઝારખંડ (કોડરમા), આંધ્ર પ્રદેશ, રાજસ્થાન | વિદ્યુત ઉદ્યોગ |
| તાંબું | રાજસ્થાન (ખેતડી), ઝારખંડ (સિંહભૂમ) | વીજળીના તાર |
| સોનું | કર્ણાટક (હુટ્ટી; કોલાર હવે બંધ) | – |
| યુરેનિયમ | ઝારખંડ (જાદુગુડા) | અણુ ઊર્જા |
ખનિજ તેલ અને કુદરતી ગેસ
- ડિગ્બોઈ (આસામ): ભારતની સૌથી જૂની તેલ રિફાઇનરી (1901).
- મુંબઈ હાઈ: અરબી સમુદ્રમાં આવેલું મોટું અપતટીય (Offshore) તેલક્ષેત્ર.
- ગુજરાત: અંકલેશ્વર, કલોલ, ખંભાત; જામનગરમાં વિશ્વના સૌથી મોટા રિફાઇનરી સંકુલોમાંનું એક.
લોખંડ-પોલાદ ઉદ્યોગ
| પોલાદ પ્લાન્ટ | રાજ્ય | સહયોગ |
|---|---|---|
| TISCO (જમશેદપુર) | ઝારખંડ | ભારતનો પ્રથમ મોટો પોલાદ પ્લાન્ટ (1907), ખાનગી ક્ષેત્ર (ટાટા) |
| ભિલાઈ | છત્તીસગઢ | સોવિયેત સંઘ (રશિયા) |
| રાઉરકેલા | ઓડિશા | પશ્ચિમ જર્મની |
| દુર્ગાપુર | પશ્ચિમ બંગાળ | બ્રિટન |
| બોકારો | ઝારખંડ | સોવિયેત સંઘ (રશિયા) |
| વિશાખાપટ્ટનમ | આંધ્ર પ્રદેશ | દરિયાકિનારે આવેલો પ્રથમ સંકલિત પ્લાન્ટ |
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL) જાહેર ક્ષેત્રના પ્લાન્ટનું સંચાલન કરે છે.
કાપડ ઉદ્યોગ
- ભારતનો સૌથી જૂનો અને મોટો રોજગાર આપતો ઉદ્યોગ.
- મુંબઈ: ભારતની પ્રથમ સફળ કાપડ મિલ (1854).
- અમદાવાદ: "ભારતનું માન્ચેસ્ટર" (પૂર્વનું માન્ચેસ્ટર).
- સુરત: કૃત્રિમ કાપડ (સિન્થેટિક) અને જરી ઉદ્યોગ.
- કાનપુર: ઉત્તર ભારતનું માન્ચેસ્ટર; ચામડા ઉદ્યોગ.
અન્ય ઉદ્યોગો
| ઉદ્યોગ | મુખ્ય કેન્દ્ર |
|---|---|
| IT/સોફ્ટવેર | બેંગલુરુ ("ભારતની સિલિકોન વેલી"), હૈદરાબાદ, પુણે |
| હીરા ઘસવા | સુરત (વિશ્વનું મોટું હીરા પ્રોસેસિંગ કેન્દ્ર) |
| ઓટોમોબાઇલ | ચેન્નાઈ ("ભારતનું ડેટ્રોઇટ"), પુણે, ગુરુગ્રામ, સાણંદ (ગુજરાત) |
| જહાજ ભાંગવા | અલંગ (ગુજરાત) |
| સિરામિક | મોરબી (ગુજરાત) |
