બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા વર્ણ અને બીજા શબ્દના પહેલા વર્ણમાં જે ફેરફાર થાય તેને સંધિ કહે છે. સંધિ છૂટી પાડવી તેને સંધિ વિગ્રહ કહે છે.
ઉદાહરણ: હિમ + આલય = હિમાલય
સંધિના ત્રણ પ્રકાર
- સ્વર સંધિ
- વ્યંજન સંધિ
- વિસર્ગ સંધિ
1. સ્વર સંધિ
બે સ્વરો ભેગા થતાં થતો ફેરફાર.
(અ) દીર્ઘ સંધિ
સમાન સ્વરો ભેગા થાય ત્યારે દીર્ઘ સ્વર બને.
| નિયમ | ઉદાહરણ |
|---|---|
| અ/આ + અ/આ = આ | હિમ + આલય = હિમાલય; વિદ્યા + આલય = વિદ્યાલય |
| ઇ/ઈ + ઇ/ઈ = ઈ | રવિ + ઇન્દ્ર = રવીન્દ્ર; ગિરિ + ઈશ = ગિરીશ |
| ઉ/ઊ + ઉ/ઊ = ઊ | ગુરુ + ઉપદેશ = ગુરૂપદેશ; ભાનુ + ઉદય = ભાનૂદય |
(બ) ગુણ સંધિ
| નિયમ | ઉદાહરણ |
|---|---|
| અ/આ + ઇ/ઈ = એ | દેવ + ઇન્દ્ર = દેવેન્દ્ર; મહા + ઈશ = મહેશ |
| અ/આ + ઉ/ઊ = ઓ | સૂર્ય + ઉદય = સૂર્યોદય; મહા + ઉત્સવ = મહોત્સવ |
| અ/આ + ઋ = અર્ | મહા + ઋષિ = મહર્ષિ; દેવ + ઋષિ = દેવર્ષિ |
(ક) વૃદ્ધિ સંધિ
| નિયમ | ઉદાહરણ |
|---|---|
| અ/આ + એ/ઐ = ઐ | સદા + એવ = સદૈવ; એક + એક = એકૈક |
| અ/આ + ઓ/ઔ = ઔ | વન + ઔષધિ = વનૌષધિ; મહા + ઔષધ = મહૌષધ |
(ડ) યણ સંધિ
ઇ, ઉ, ઋ પછી જુદો સ્વર આવે ત્યારે ઇ → ય, ઉ → વ, ઋ → ર બને.
| ઉદાહરણ |
|---|
| અતિ + અંત = અત્યંત |
| ઇતિ + આદિ = ઇત્યાદિ |
| સુ + આગત = સ્વાગત |
| અનુ + એષણ = અન્વેષણ |
| પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા |
(ઇ) અયાદિ સંધિ
એ, ઐ, ઓ, ઔ પછી જુદો સ્વર આવે ત્યારે અનુક્રમે અય, આય, અવ, આવ બને.
| ઉદાહરણ |
|---|
| ને + અન = નયન |
| ગૈ + અક = ગાયક |
| પો + અન = પવન |
| પૌ + અક = પાવક |
2. વ્યંજન સંધિ
વ્યંજન પછી સ્વર કે વ્યંજન આવતાં થતો ફેરફાર.
| ઉદાહરણ |
|---|
| જગત્ + ઈશ = જગદીશ |
| દિક્ + અંબર = દિગંબર |
| વાક્ + ઈશ = વાગીશ |
| ઉત્ + નતિ = ઉન્નતિ |
| સત્ + જન = સજ્જન |
| તત્ + લીન = તલ્લીન |
| સમ્ + ચય = સંચય |
| સમ્ + તોષ = સંતોષ |
3. વિસર્ગ સંધિ
વિસર્ગ (ઃ) પછી સ્વર કે વ્યંજન આવતાં થતો ફેરફાર.
| ઉદાહરણ |
|---|
| મનઃ + રથ = મનોરથ |
| યશઃ + દા = યશોદા |
| નિઃ + ધન = નિર્ધન |
| દુઃ + ગંધ = દુર્ગંધ |
| નિઃ + ચય = નિશ્ચય |
| નમઃ + તે = નમસ્તે |
| નિઃ + રોગ = નીરોગ |
પરીક્ષામાં વારંવાર પૂછાતી સંધિ
- સૂર્યોદય = સૂર્ય + ઉદય (ગુણ)
- મહર્ષિ = મહા + ઋષિ (ગુણ)
- સ્વાગત = સુ + આગત (યણ)
- નયન = ને + અન (અયાદિ)
- જગદીશ = જગત્ + ઈશ (વ્યંજન)
- મનોરથ = મનઃ + રથ (વિસર્ગ)
